ઝિમ્બાબ્વે સામે ૨-૧થી T20 સિરીઝ જીત્યું બંગલાદેશ

20 July, 2026 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાકીની ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી

તનઝીદ હસન તમીમ પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો

બંગલાદેશ સામે એકમાત્ર ટેસ્ટ-મૅચ અને ૨-૧થી વન-ડે સિરીઝ જીત્યા બાદ ઝિમ્બાબ્વેને T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નિર્ણાયક અને ત્રીજી મૅચમાં ૪ વિકેટથી જીત સાથે બંગલાદેશે ૨-૧થી સિરીઝ જીતી હતી. ૮ T20 સિરીઝમાં બંગલાદેશની ઝિમ્બાબ્વે સામે આ ચોથી સિરીઝ જીત છે. ઝિમ્બાબ્વે માત્ર ૨૦૨૨ની સિરીઝ જીત્યું છે. બાકીની ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી. 
ત્રીજી મૅચમાં બ્રાયન બેનેટના ૩૮ બૉલમાં ૪૭ રન અને ડિયોન માયર્સના ૫૩ બૉલમાં ૭૩ રનની મદદથી ઝિમ્બાબ્વેએ ૧૪૩-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં બંગલાદેશે ઓપનર તનઝીદ હસન તમીમના ૫૮ બૉલમાં અણનમ ૬૬ રનની મદદથી ૧૪૪-૬નો સ્કોર કર્યો હતો. તનઝીદ હસન તમીમ પ્લેયર ઑફ ધ મૅચ સહિત ૧૪૦ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.

314
ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ આટલી ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ખેલાડી બન્યો સિંકદર રઝા. હૅમિલ્ટન મસાકાડ્ઝાનો ૩૧૩ મૅચનો રેકૉર્ડ તૂટ્યો.

zimbabwe bangladesh t20 international t20 cricket news sports sports news