13 January, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરફુદ્દૌલા સૈકત
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં બંગલાદેશનો અમ્પાયર શરફુદ્દૌલા સૈકત પણ હાજર રહ્યો હતો. તેણે પહેલી મૅચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. તે હાલમાં બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026માં અમ્પાયરિંગ કરી રહ્યો હતો.
ICC કૉન્ટ્રૅક્ટેડ અમ્પાયર હોવાથી ICCને તેની સેવાઓની જરૂર પડે ત્યારે ગમે ત્યાં મુસાફરી કરવા માટે સ્વતંત્ર છે. તેને બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર નથી. શરફુદ્દૌલા સૈકતની હાજરીથી ભારતમાં બંગલાદેશી સુરક્ષિત હોવાનો વળતો જવાબ પરોક્ષ રીતે બંગલાદેશને મળી ગયો છે. બંગલાદેશ ભલે વર્લ્ડ કપના વેન્યુ મુદ્દે બબાલ કરી રહ્યું હોય, પરંતુ શરફુદ્દોલા સૈકતની ભારતમાં હાજરીએ બંગલાદેશ સરકાર અને ક્રિકેટ બોર્ડના ખોટા દાવાઓની પોલ ખોલીને તેમને અરીસો બતાવ્યો છે.