કાંગારુંઓને બીજી ટી૨૦માં પણ બંગલા દેશે પાંચ વિકેટે હરાવ્યું

05 August, 2021 11:40 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલા દેશના બોલર મુસ્તફિઝુરે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી

બંગલા દેશની ટીમ

બંગલા દેશે ઢાકામાં રમાયેલી બીજી ટી૨૦માં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી છે, જેમાં મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા આતિફ હોસૈન (નૉટઆઉટ ૩૭) અને નૂરલ હસન (નૉટઆઉટ)ની જોડીએ ૮ બૉલ બાકી રાખીને ટીમને વિજય અપાવ્યો હતો. એ પહેલાં બંગલા દેશના બોલર મુસ્તફિઝુરે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લેતાં ઑસ્ટ્રેલિયા પહેલાં બૅટિંગ કરતાં ૭ વિકેટે માત્ર ૧૨૧ રન જ કરી શક્યું હતું. જવાબમાં બંગલા દેશે ૧૮.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૨૩ રન કરી વિજય મેળવ્યો હતો.

sports sports news cricket news bangladesh australia