13 November, 2025 10:30 AM IST | Sylhet | Gujarati Mid-day Correspondent
મહમૂદ હસન જૉયે ૧૬૯ રન ફટકાર્યા હતા
સિલહટમાં ગઈ કાલે આયરલૅન્ડ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝના પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બંગલાદેશે એક વિકેટે ૩૩૮ રન બનાવીને મૅચ પર પકડ મજબૂત કરી લીધી હતી. ૮ વિકેટે ૨૭૦ રનથી આગળ રમતાં આયરલૅન્ડ ૨૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં બંગલાદેશના ઓપનરોએ ૧૬૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર શાદમન ઇસ્લામ ૮૦ રન બનાવીને આઉટ થયો હતો. અન્ય ઓપનર મહમૂદ હસન જૉય ૧૬૯ રન અને મોમિનુલ હક ૮૦ રન સાથે અણનમ રહ્યા હતા. હસન જૉયની ટેસ્ટ-કરીઅરની આ બીજી સેન્ચુરી હતી. બંગલાદેશે બાવન રનની લીડ લીધી હતી અને હજી એની ૯ વિકેટ બાકી છે.