19 November, 2025 08:54 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
મુશફિકુર રહીમ
આયરલૅન્ડ સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં યજમાન બંગલાદેશ ૧-૦થી આગળ છે. આજે ઢાકામાં બન્ને ટીમ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ શરૂ થશે. આ મૅચ અનુભવી બૅટર મુશફિકુર રહીમની ૧૦૦મી ટેસ્ટ-મૅચની ઉજવણી સાથે શરૂ થશે.
૩૮ વર્ષનો આ ક્રિકેટર બંગલાદેશ માટે ૧૦૦ ટેસ્ટ-મૅચ રમનાર પ્રથમ બૅટર બનશે. તે બંગલાદેશી ટીમ માટે સૌથી વધુ ૪૭૫ મૅચ રમનાર પ્લેયર છે. તે ૨૭૪ વન-ડે અને ૧૦૨ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.