આજે બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે સિરીઝની નિર્ણાયક T20 મૅચ રમાશે

02 December, 2025 12:38 PM IST  |  Chattogram | Gujarati Mid-day Correspondent

વર્તમાન સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે

ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ

બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે આજે ત્રણ T20 મૅચની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ રમાશે. આ મૅચ દરમ્યાન આયરલૅન્ડ આ હરીફ ટીમ સામે પહેલવહેલી T20 સિરીઝ જીતવાનો ટાર્ગેટ રાખશે. વર્તમાન સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે. યજમાન બંગલાદેશ આ પહેલાં રમાયેલી ૨૦૧૨ અને ૨૦૨૩ની T20 સિરીઝ જીતી ચૂક્યું છે.

પહેલી મૅચમાં આયરલૅન્ડે ૧૮૧ રનનો સ્કોર ડિફેન્ડ કરીને ૩૯ રને જીત મેળવી હતી. શનિવારે રમાયેલી બીજી મૅચમાં આયરલૅન્ડે ૬ વિકેટ ગુમાવીને ૧૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બંગલાદેશે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૭૪ રન કરીને શાનદાર અંદાજમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્તમાન ટૂરમાં આયરલૅન્ડ બે ટેસ્ટ-મૅચની સિરીઝ ૦-૨થી હાર્યું હતું. 

bangladesh ireland t20 t20 international world t20 cricket news sports sports news