બંગલાદેશી વિકેટકીપરની મૂર્ખતાને કારણે ન્યુ ઝીલૅન્ડની ટીમને મળ્યા પાંચ એક્સ્ટ્રા રન

13 May, 2025 07:10 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશી ટીમે ઑલઆઉટ થઈને આપેલા ૨૨૭ રનના ટાર્ગેટને ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટ ગુમાવી ૪૮.૨ ઓવરમાં ૨૩૧ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.

સ્ટમ્પ્સની લાઇનમાં પાછળ મૂકેલી હેલ્મેટને બૉલ વાગતાં જ નિયમ અનુસાર હરીફ ટીમને પાંચ રન એક્સ્ટ્રા મળી ગયા હતા

સિલહટમાં ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશની A ટીમ વચ્ચે હાલમાં રમાયેલી ત્રીજી અનઑફિશ્યલ વન-ડે મૅચમાં એક વિચિત્ર ઘટના બની હતી. ટીમની બોલિંગ દરમ્યાન એક સમયે બંગલાદેશનો વિકેટકીપર નુરુલ હસન પોતાની નિયમિત જગ્યાને સ્થાને ફર્સ્ટ-સ્લિપની ફીલ્ડિંગ પોઝિશન પર ઊભો હતો.

આ દરમ્યાન તેણે સ્ટમ્પ્સની લાઇનમાં પાછળ મૂકેલી હેલ્મેટને બૉલ વાગતાં જ નિયમ અનુસાર હરીફ ટીમને પાંચ રન એક્સ્ટ્રા મળી ગયા હતા. બંગલાદેશી ટીમે ઑલઆઉટ થઈને આપેલા ૨૨૭ રનના ટાર્ગેટને ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટ ગુમાવી ૪૮.૨ ઓવરમાં ૨૩૧ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.

bangladesh new zealand test cricket cricket news sports news sports