19 November, 2025 09:09 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 બાદ ભારત-બંગલાદેશની વિમેન્સ ટીમ વચ્ચે લિમિડેટ ઓવર્સની સિરીઝ માટે વાતચીત થઈ રહી હતી. જોકે ડિસેમ્બરમાં ૩ વન-ડે અને ૩ T20 મૅચની તારીખ અને વેન્યુ નક્કી થાય એ પહેલાં બંગલાદેશી ટીમની ભારત-ટૂર પોસ્ટપોન કરવામાં આવી છે. ફિક્સ્ડ્ શેડ્યુલ અનુસાર ભારતીય પ્લેયર્સ નવા વર્ષની શરૂઆતમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) રમ્યા બાદ ફેબ્રુઆરી ૨૦૨૬માં ઑસ્ટ્રેલિયાની ઑલ-ફૉર્મેટ સિરીઝ-ટૂર કરશે.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડને આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી લેટર મળ્યો છે. સિરીઝ મુલતવી રાખવા પાછળના કારણની સ્પષ્ટતા કરવામાં આવી નથી. બન્ને દેશ વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધો અને બંગલાદેશમાં હિંસાના માહોલને કારણે ઑગસ્ટ ૨૦૨૫માં ભારતીય મેન્સ ટીમની બંગલાદેશ ટૂર સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન કરવી પડી હતી.