ટીમની ઇન્જરી-ક્રાઇસિસ મૅનેજ કરવા સેન્ટર ઑફ એક્સલન્સ જશે સૈકિયા

09 August, 2026 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના ખેલાડીઓની વધતી ઇન્જરીને ધ્યાનમાં રાખીને BCCI સચિવ દેવજિત સૈકિયા સેન્ટર ઑફ એક્સલન્સની મુલાકાત લેશે. તેઓ VVS લક્ષ્મણ સાથે રીહૅબ, ફિટનેસ અને ખેલાડીઓની વાપસી અંગે ચર્ચા કરશે.

દેવજીત સૈકિયા

ભારતીય ટીમમાં તાજેતરમાં થયેલી ઇન્જરીઓને ધ્યાનમાં રાખીને BCCI સચિવ દેવજિત સૈકિયા આજે સેન્ટર ઑફ એક્સલન્સની વિઝિટ કરશે. રીહૅબના કાર્યક્રમની સમીક્ષા કરવા દેવજિત સૈકિયા સેન્ટર ઑફ એક્સલન્સના હેડ ઑફ ક્રિકેટ વી.વી.એસ. લક્ષ્મણને મળશે. 
અહેવાલ મુજબ ભારતીય ટીમના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ અને ફ્યુચર પ્લાનમાં સામેલ ૧૩ જેટલા ખેલાડીઓ ઇન્જર્ડ છે અને સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ પર કામ કરી રહ્યા છે. છેલ્લા ૮ મહિનામાં ૧૦ જેટલા ખેલાડીઓ ઇન્જર્ડ થયા છે. આ વિઝિટમાં દેવજિત સૈકિયા રીહૅબની સમયમર્યાદા, સિલેક્ટર્સ સાથેના સંકલનના અભાવ અને ફિટનેસના બધા જરૂરી માપદંડો પૂરા કરે એ પહેલાં જ ખેલાડીને રજા આપવા દેવા ગંભીર મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

vvs laxman board of control for cricket in india indian cricket team team india cricket news sports news sports