સાઉથ આફ્રિકાના પ્રવાસના મામલે અ‍વઢવ યથાવત્

03 December, 2021 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડોમેસ્ટિક મૅચો રદ થઈ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસની આગામી થોડા દિવસોમાં સ્પષ્ટતા થશે. કોરોનાના નવા ઑમિક્રૉન વાઇરસને કારણે ભારતીય ટીમના ખેલાડીઓ ચિંતામાં છે. વિરાટ કોહલીએ કહ્યું કે ત્યાં બાયો-બબલ કઈ રીતનું હશે? કયા નિયમોનું પાલન કરવાનું હશે જેવા મુદ્દોઓને લઈને હું ભારતીય ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છું. સાઉથ આફ્રિકામાં મળેલા ઑમિક્રૉન વાઇરસને કારણે ઘણા દેશોએ પોતાની ટીમને સાઉથ આફ્રિકાથી પાછી બોલાવી લીધી છે તેમ જ સાઉથ આફ્રિકાથી આ‍વતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પણ ઘણા દેશોએ પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય ટીમ ૯ ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સાઉથ આફ્રિકા જવાની છે. હાલમાં તો આ પ્રવાસ યોજાશે એવું ક્રિકેટ બોર્ડ કહી રહ્યું છે, પરંતુ  સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ અને ભારત સરકાર પાસે આ મામલે  વિરાટ સતત સંપર્કમાં છે. એવું પણ માનવામાં આવે છે કે આ પ્રવાસ કદાચ થોડા દિવસ માટે મોકૂફ પણ રાખવામાં આવે.

ડોમેસ્ટિક મૅચો રદ થઈ

કેટલાક ખેલાડીઓ કોરોના-સંક્રમિત મળતાં સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટિક મૅચો રદ કરી છે. એક સ્ટેટમેન્ટમાં બોર્ડે કહ્યું કે બીજીથી પાંચમી ડિસેમ્બરે રમાનારી તમામ રાઉન્ડ-4ની મૅચો રદ કરવામાં આવી છે. ભારત સામે રમાનારી મૅચના મામલે કહ્યું કે જો આ સિરીઝ રમાશે તો બહુ આકરા બાયો-બબલમાં થશે. અમે તમામ પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. બહુ જલદી ભારત સાથે રમાનારી સિરીઝના મામલે કોઈક નિર્ણય લઈશું.’

sports sports news cricket news india south africa