22 February, 2026 10:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સલાહુદ્દી
બંગલાદેશની સિનિયર મેન્સ ટીમના સહાયક કોચ મોહમ્મદ સલાહુદ્દીને મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. બંગલાદેશની વચગાળાની સરકારની મનમાનીને કારણે T20 વર્લ્ડ કપ 2026માં રમવાની તક ગુમાવ્યા બાદ ઘણા બંગલાદેશી ક્રિકેટર્સ પર એની ખરાબ અસર થઈ હતી. બંગલાદેશના સ્થાને ટુર્નામેન્ટમાં સ્કૉટલૅન્ડને સ્થાન મળ્યું હતું. મોહમ્મદ સલાહુદ્દીને નામ આપ્યા વિના કહ્યું હતું કે ‘T20 વર્લ્ડ કપ વિવાદ બાદ બે ખેલાડીઓ પાંચ દિવસ માટે મેન્ટલ કોમામાં જતા રહ્યા હતા. જ્યારે કોઈ ખેલાડી વર્લ્ડ કપ રમવા જાય છે ત્યારે તે પોતાનું ૨૭ વર્ષ જૂનું સ્વપ્ન પોતાની સાથે લઈને જાય છે. તમે એ સ્વપ્નને એક સેકન્ડમાં ચકનાચૂર કરી દીધું હતું.’
ઓમાનની ટીમ ૨૦૧૬, ૨૦૨૧, ૨૦૨૪ બાદ આ વર્ષે ચોથી વખત T20 વર્લ્ડ કપ રમી હતી. આ ત્રણેય વર્લ્ડ કપમાં ઓમાનની ટીમ પહેલો રાઉન્ડ રમીને બહાર થઈ છે. ભારતીય મૂળના જતિ1ન્દર સિંહના નેતૃત્વમાં ઓમાનની ટીમ એક પણ મૅચ જીતી ન શકી અને ૨૦ ટીમમાંથી સૌથી તળિયાની ટીમ જેવું પ્રદર્શન કર્યું. આ ટીમના બોલિંગ-યુનિટની ઍવરેજ સૌથી ખરાબ ૫૫.૩૩ની રહી છે. તેમનો બોલિંગ સ્ટ્રાઇક-રેટ ૩૧.૫ અને ઇકૉનૉમી-રેટ ૧૦.૫૩નો હતો. તેમના બૅટિંગ-યુનિટે માત્ર ૬.૨૮ના રન-રેટથી રન કર્યા છે. ઓમાનના બૅટર્સે ઍવરેજ ૧૧.૯૪ રન અને ૧૧.૪મા બૉલ પર વિકેટ ગુમાવી છે. ઓમાનની ટીમ T20 વર્લ્ડ કપની ૧૪ મૅચમાંથી માત્ર બે મૅચ જીતી છે. ૨૦૨૧થી ૨૦૨૬ સુધીમાં ઓમાનની ટીમ સતત ૧૦ મૅચ હારી છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઓમાને સતત ૧૦ મૅચ હારવાના બંગલાદેશના ૨૦૦૭ અને ૨૦૧૨ દરમ્યાનના શરમજનક રેકૉર્ડની બરાબરી કરી છે.
T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆતથી એવા દાવા થઈ રહ્યા હતા કે ભારત જેવી મોટી ટીમ અસોસિએટ દેશોની ટીમો સામે ૩૦૦ રન ખડકી દેશે. જોકે નેપાલ, ઇટલી, અમેરિકા, નેધરલૅન્ડ્સ અને સ્કૉટલૅન્ડ જેવી ટીમો મોટો અપસેટ સર્જવાની નજીક પહોંચીને ચૂકી ગઈ હતી. અસોસિએટ દેશોની ફાઇટિંગ સ્પિરિટને કારણે T20 વર્લ્ડ કપ 2026ની ચમકમાં વધારો થયો હતો. ચાલો જાણીએ અસોસિએટ દેશોની ટીમો અને પ્લેયર્સે આ વર્લ્ડ કપમાં બનાવેલા અદ્ભુત રેકૉર્ડના આંકડા.
23: વર્તમાન વર્લ્ડ કપમાં અસોસિએટ દેશોના પ્લેયર્સે આટલી વાર ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો છે. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં તેમણે ૬૯ ફિફ્ટી ફટકારી છે.
13: આટલી વિકેટ લીધી અમેરિકાના પેસ બોલર શૅડ્લી વૅન શાલ્કવિકે. T20 વર્લ્ડ કપની એક સીઝનમાં અસોસિએટ દેશના બોલર દ્વારા લેવાયેલી સૌથી વધુ વિકેટના રેકૉર્ડની બરાબરી કરી.
200: આટલા પ્લસ રન T20 વર્લ્ડ કપમાં ફટકારનાર પહેલી અસોસિએટ દેશની ટીમ બની સ્કૉટલૅન્ડ.
110: વર્તમાન વર્લ્ડ કપનો આટલો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર કૅનેડાના યુવરાજ સામરાએ ફટકાર્યો છે.
3: વર્તમાન વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ પાંચમાંથી આટલી ફિફ્ટી અસોસિએટ દેશની ટીમના પ્લેયર્સે કરી.