લૉર્ડ્‍સમાં ટેસ્ટક્રિકેટનો ચોથો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો બેન સ્ટોક્સ

16 July, 2025 09:12 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સ્ટોક્સની ટીમ મેં જોયેલી સૌથી વધુ જોવાલાયક ટીમ છે અને એમાં કેટલાક શ્રેષ્ઠ પ્લેયરો પણ છે. આટલી બધી ઈજાઓ પછી ૩૪ વર્ષની ઉંમરે ૯૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવી

બેન સ્ટોક્સ

લૉર્ડ્‍સમાં ભારત સામે ત્રીજી ટેસ્ટમાં ૭૭ રન ફટકારીને પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે આ ઐતિહાસિક મેદાન પર સૌથી વધુ ચાર વાર પ્લેયર ઑફ ધ મૅચ જીતનાર પહેલો પ્લેયર બન્યો હતો. તેણે ૧૩ ટેસ્ટ-મૅચમાં ચાર અલગ-અલગ ટીમ ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ઑસ્ટ્રેલિયા અને ભારત સામે આ અવૉર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ જીત બાદ ઇંગ્લૅન્ડના ભૂતપૂ્ર્વ કૅપ્ટન માઇકલ વૉને કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડને ક્યારેય બેન સ્ટોક્સ જેવો કૅપ્ટન મળ્યો નથી. એક એવો કૅપ્ટન જે ખરાબ સ્થિતિમાં પણ હાર માનતો નથી અને પોતાની કુશળતા અને દૃઢ નિશ્ચયનો ઉપયોગ કરીને રમત ચોરી શકે છે. સ્ટોક્સની ટીમ મેં જોયેલી સૌથી વધુ જોવાલાયક ટીમ છે અને એમાં કેટલાક શ્રેષ્ઠ પ્લેયરો પણ છે. આટલી બધી ઈજાઓ પછી ૩૪ વર્ષની ઉંમરે ૯૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવી અને એનો સામનો પણ કરવો એ અદ્ભુત છે.’

ben stokes england test cricket cricket news sports news sports india