30 March, 2026 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચહેરાની ઇન્જરીમાંથી હજી સ્વસ્થ નથી થયો બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સની ક્રિકેટના મેદાન પર વાપસી વધુ લંબાઈ છે. ચહેરાની ઇન્જરીમાંથી હજી સ્વસ્થ થયો ન હોવાથી તે દેશની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં પહેલા મહિનામાં રમી શકશે નહીં. એ મે મહિનામાં ડુર્હામ ટીમ માટે આ ટુર્નામેન્ટની મૅચ રમવા ઊતરશે એવી અપેક્ષા છે.
આગામી ૪ જૂને શરૂ થઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની ૩ ટેસ્ટ-મૅચ પહેલાં બેન સ્ટોક્સની વાપસી અંગ્રેજ ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઍકૅડેમીની નેટમાં યંગ પ્લેયર્સની મદદ કરતી વખતે તેને ચહેરા પર બૉલ વાગ્યો હતો. આંખની નજીક ગાલનાં હાડકાં તૂટ્યાં હોવાથી તેની સર્જરી પણ થઈ હતી.