બેન સ્ટોક્સ કદાચ ઍશિઝ સિરીઝમાં પણ નહીં રમે

19 September, 2021 02:09 PM IST  |  Mumbai | Agency

સ્ટોક્સની હાલતમાં હવે પહેલાં કરતાં ઘણો સુધારો થયો છે, પણ તે ઍશિઝ જેવી મુશ્કેલ સિરીઝ તેમ જ કડક ક્વૉરન્ટીનના નિયમને લીધે રિસ્ક લેવા નથી માગતો. 

બેન સ્ટોક્સ કદાચ ઍશિઝ સિરીઝમાં પણ નહીં રમે

ભારત સામેની ટેસ્ટ સિરીઝ અને ટી૨૦ વર્લ્ડ કપ બાદ ઇંગ્લૅન્ડનો સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ કદાચ આગામી ઑસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત ઍશિઝ સિરીઝમાં પણ નહીં રમે. માનસિક તાણને લીધે બેન સ્ટોક્સે થોડા સમય પહેલાં ક્રિકેટમાંથી ટેમ્પરરી બ્રેક લેવાનું જાહેર કર્યું હતું. સ્ટોક્સ આઇપીએલમાં પણ નથી રમવાનો. પહેલાં એવી ચર્ચા હતી કે સ્ટોક્સ ઍશિઝ સિરીઝથી કમબૅક કરશે, પણ સ્ટોક્સનું ઍશિઝમાં પણ કમબૅક કરવું મુશ્કેલ છે. તે આખું વર્ષ આરામ જ કરવાનો છે અને આગલા વર્ષે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં કમબૅક કરશે. રિપોર્ટ પ્રમાણે સ્ટોક્સની હાલતમાં હવે પહેલાં કરતાં ઘણો સુધારો થયો છે, પણ તે ઍશિઝ જેવી મુશ્કેલ સિરીઝ તેમ જ કડક ક્વૉરન્ટીનના નિયમને લીધે રિસ્ક લેવા નથી માગતો. 

sports news sports cricket news ben stokes