06 April, 2026 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદમાં લખનઉની ટીમને સપોર્ટ કરવા માટે પહોંચી હતી ભૂમિ પેડણેકર
ગઈ કાલની બપોરની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સના માલિકો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હૈદરાબાદની માલિકણ કાવ્યા મારન અને લખનઉની ટીમના માલિક સંજીવ ગોયનકાએ મુલાકાત કરીને ફોટો પણ પડાવ્યો હતો. ભૂમિ પેડણેકર હૈદરાબાદના સ્ટેડિયમમાં ટીમના માલિકો સાથે લખનઉની ટીમને સપોર્ટ કરવા પહોંચી હતી. મૅચ સમયે હૈદરાબાદના ફૅન્સ વચ્ચે લખનઉની જર્સી ગિફ્ટ આપતો સંજીવ ગોયનકા જીત બાદ ભાવુક જોવા મળ્યો હતો.