હું પહેલાં જ ભારત માટે રમી ચૂક્યો છું, હવે મને એ હાંસલ કરવાની જરૂર નથી

03 August, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીની અટકળો વચ્ચે કહ્યું કે તેણે ભારત માટે રમવાનું સપનું પહેલેથી જ પૂરું કર્યું છે અને હવે તે રમત પ્રત્યેના પ્રેમ માટે ક્રિકેટ રમી રહ્યો છે.

ભુવનેશ્વર કુમાર

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સહિત ઘણા ભારતીય ફૅન્સ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કમબૅક માટે સમર્થન કરી રહ્યા છે. જોકે ભુવનેશ્વર કુમારે આ મામલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. ૩૬ વર્ષનો ભુવનેશ્વર કુમાર કહે છે, ‘હું પહેલાં જ ભારત માટે રમી ચૂક્યો છું. હવે મને એ હાંસલ કરવાની જરૂર નથી. જો મને બીજી તક મળે તો એ ખૂબ સારું રહેશે, પરંતુ મેં એનો અનુભવ કરી લીધો છે. હું અત્યારે જે કંઈ કરી રહ્યો છું એ રમત પ્રત્યેના મારા પ્રેમને કારણે છે. હું સતત ફિટ રહેવા માટે પૂરતું સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છું.’ 

bhuvneshwar kumar cricket news indian cricket team sports news sports