19 October, 2026 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચાર વર્ષ પછી ભુવનેશ્વર કુમારની બ્લુ જર્સીમાં વાપસી થઈ, પરંતુ વરસાદે મજા બગાડી.
ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં પસંદગી થઈ હોવાથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હૉન્ગકૉન્ગ સિક્સિસ માટેની ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો છે. ન્યુ ઝીલૅન્ડમાં પાંચ T20 મૅચની સિરીઝ ૨૨ ઑક્ટોબરથી ૧ નવેમ્બર વચ્ચે રમાશે. હૉન્ગકૉન્ગ સિક્સિસ ૩૦ ઑક્ટોબરથી ૧ નવેમ્બર દરમ્યાન આયોજિત કરવામાં આવી છે.
હૉન્ગકૉન્ગ સિક્સિસ માટેની ટીમ ઇન્ડિયામાં ભુવીના સ્થાને સ્પિન ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર કુલવંત ખેજરોલિયાનો ૭ સભ્યોની સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ T20 મૅચમાં ૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારને રમાડવામાં આવ્યો હતો. જોકે વરસાદને કારણે આ રોમાંચક મૅચમાં ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવાની તક મળી નહોતી.
1425
આટલા દિવસ પછી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી હતી ભુવનેશ્વર કુમારે.
106
ભારત માટે બે T20 મૅચ વચ્ચે સૌથી વધુ આટલી મૅચ મિસ કરી ભુવીએ. ખલીલ અહમદનો ૧૦૪ મૅચનો રેકૉર્ડ તોડ્યો.