16 May, 2026 04:49 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
એક કરોડ રૂપિયાથી સન્માનિત થયો બિહારનો લાલ ઈશાન કિશન
બિહાર સરકારે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વિજેતા ઓપનર ઈશાન કિશનને ગઈ કાલે સન્માનિત કર્યો હતો. પટનામાં જન્મેલા ૨૭ વર્ષના આ ક્રિકેટરને તેની ફૅમિલીની હાજરીમાં બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ સ્મૃતિભેટ અને એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
બિહારથી છૂટા પડેલા રાજ્ય ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરવાને કારણે T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ઈશાન કિશનની શાનદાર વાપસી થઈ હતી. તેણે વર્લ્ડ કપમાં ભારત માટે ૯ મૅચમાં ૩૧૭ રન કર્યા હતા. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાના મામલે તે ચોથા ક્રમનો ખેલાડી અને સંજુ સૅમસન (૩૨૧ રન) બાદ બીજો ભારતીય બૅટર હતો.