13 December, 2024 10:10 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
મૅથ્યુ હેડન
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર મૅથ્યુ હેડને બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમને કેટલીક સલાહ આપી છે. તે કહે છે કે ‘જ્યારે પણ ભારતને બોલિંગ કરવાની તક મળે ત્યારે એણે ચોથી અને પાંચમી સ્ટમ્પ-લાઇન પર થોડો વધુ વિશ્વાસ કરવો જોઈએ અને સૌથી અગત્યનું બાઉન્સનો ઉપયોગ કરવાની જરૂર છે. બ્રિસબેનમાં ફાસ્ટ બોલિંગ યુનિટ માટે આ મહત્ત્વપૂર્ણ બાબત છે. ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સ માટે એક દિવસથી ઓછો સમય સ્વીકાર્ય નથી. પડકારજનક પરિસ્થિતિઓ હોય ત્યારે પણ ભારતે પ્રથમ બૅટિંગ કરવી જોઈએ.’