સિડની ટેસ્ટમાં નહીં રમે કૅપ્ટન રોહિત શર્મા? ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે કર્યો મોટો ખુલાસો

03 January, 2025 10:33 AM IST  |  Sydney | Gujarati Mid-day Online Correspondent

Border-Gavaskar Trophy, India vs Australia 5th Test: ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દા પર કર્યા ખુલાસા

ગૌતમ ગંભીર અને રોહિત શર્માની ફાઇલ તસવીર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)માં ટીમ ઈન્ડિયા પાછળ છે. ચાર મેચના અંતે ભારત (India) સામે ઓસ્ટ્રેલિયા (Australia)એ શ્રેણીમાં ૨-૧ની સરસાઈ મેળવી લીધી છે. હવે શુક્રવાર, 3 જાન્યુઆરીથી, બંને ટીમો સિડની (Sydney)માં શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમશે. આ પહેલા ભારતીય ટીમ (Indian Cricket Team)ના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગંભીરે અનેક ખુલાસા કર્યા હતા.

ટીમ ઈન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ (Border-Gavaskar Trophy, India vs Australia 5th Test)માં જીત સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાની છેલ્લી તક છે. ગૌતમ ગંભીરે પ્રેસને સંબોધતા કહ્યું કે, ‘બધું નિયંત્રણમાં છે. અમે સિડનીમાં શ્રેણી ડ્રો કરી શકીએ છીએ. એવું નથી કે આ સિરીઝમાં અત્યાર સુધી બેટિંગ કે બોલિંગે સારું પ્રદર્શન કર્યું નથી. જો એવું થયું હોત તો અમે એક પણ મેચ જીતી શક્યા ન હોત. મને લાગે છે કે જ્યાં સુધી તમારી પાસે પ્રામાણિક લોકો હશે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં રહેશે.’

છેલ્લી ચાર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને ત્યાર બાદ કોચ ગૌતમ ગંભીર અને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ વચ્ચેની વાતચીત બાદ ટીમમાં બધુ બરાબર નથી તેવા સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. ત્યારે જ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુરુવારે કહ્યું હતું કે, ડ્રેસિંગ રૂમમાં થતી ચર્ચાઓ જાહેર ન કરવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે, તેણે તેના ખેલાડીઓ સાથે કેટલીક પ્રમાણિક વાતચીત કરી છે કારણ કે માત્ર પ્રદર્શન જ તેમને ટીમમાં રહેવામાં મદદ કરી શકે છે.

ડ્રેસિંગ રૂમની અશાંતિના અહેવાલો વચ્ચે, ગંભીરે એમ કહીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો કે, તે માત્ર અહેવાલો છે, સત્ય નથી. શુક્રવારે અહીં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા મેચ પહેલાની પ્રેસ મીટમાં બોલતા ગંભીરે કહ્યું, ‘કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોવી જોઈએ. તે માત્ર અહેવાલો હતા, સત્ય નથી.’

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગંભીરને કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિશે સવાલ પૂછવામાં આવ્યો કે, શું રોહિત શર્મા આવતીકાલે સિડની ટેસ્ટ રમશે? આ અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે, અમે આવતીકાલે ટોસ સમયે પિચ જોયા બાદ પ્લેઇંગ ૧૧ નક્કી કરીશું. ગંભીરે એમ પણ કહ્યું કે, તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત પર ચર્ચા કરી નથી. દરેક વ્યક્તિ જાણે છે કે કયા ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. અમે તેની સાથે માત્ર એક જ વાત કરી છે અને તે છે ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી.

કૅપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં ન આવતા અનેક સવાલો ઉભા થયા હતા. ગંભીરને પ્રશ્નો કરવામાં આવ્યા હતા કે, શા માટે રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં હાજર નથી? તેના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું કે, રોહિત શર્મા સાથે બધુ બરાબર છે. મને નથી લાગતું કે તે પરંપરાગત બાબત છે. મને લાગે છે કે મુખ્ય કોચ અહીં છે, જે પુરતું હોવું જોઈએ અને સારું હોવું જોઈએ.

ગંભીરે એ પણ પુષ્ટિ કરી હતી કે, ઝડપી બોલર આકાશ દીપ (Akash Deep) પીઠની જડતાને કારણે નવા વર્ષની ટેસ્ટમાંથી બહાર થઈ જશે, જોકે તેણે તેના સ્થાને કોઈ ખેલાડીનું નામ લીધું નથી.

gautam gambhir rohit sharma test cricket border gavaskar trophy sydney india indian cricket team australia cricket news sports sports news