ફરી યુએઈમાં આવીને ઉત્સાહી છે બોલ્ટ

13 September, 2021 08:19 AM IST  |  New Delhi | Agency

મિલ્ને પણ આઇપીએલના પહેલા તબક્કામાં એક મૅચ રમ્યો હતો. 

ફરી યુએઈમાં આવીને ઉત્સાહી છે બોલ્ટ

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે આઇપીએલના બીજા તબક્કા માટે યુએઈમાં પાછો ફરતાં હું ખુશ છું. પહેલા તબક્કામાં સાત મૅચમાં બોલ્ટે ૮ વિકેટ લીધી હતી. મુંબઈની ટીમે ગઈ કાલે પોસ્ટ કરેલા વિડિયોમાં તેણે કહ્યું હતું કે કેટલીક શાનદાર યાદો છે. ફરી પાછા એ જ હોટેલમાં એ જ રૂમમાં આવ્યા છીએ. અહીંની સુવિધા પણ અદ્ભૂત છે. અમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી ફરી શરૂ કરીશું. બોલ્ટની ટીમનો સાથીખેલાડી ઍડમ મિલ્ને પણ આ જ હોટેલમાં છે. મિલ્ને પણ આઇપીએલના પહેલા તબક્કામાં એક મૅચ રમ્યો હતો. 

cricket news sports news sports