મૅક્લમની ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમમાંથી હકાલપટ્ટી

13 July, 2026 11:41 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૦૨૨થી હમણાં સુધી બ્રેન્ડન મૅક્લમની કોચિંગ અને બેન સ્ટોક્સની આગેવાનીમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ જીતી શકી નહોતી

બ્રેન્ડન મૅક્લમ

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમને ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમના હેડ કોચના પદ પરથી ગઈ કાલે હટાવી દેવામાં આવ્યો હતો. ૨૦૨૨થી હમણાં સુધી બ્રેન્ડન મૅક્લમની કોચિંગ અને બેન સ્ટોક્સની આગેવાનીમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ જીતી શકી નહોતી.

ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘બ્રેન્ડન મૅક્લમ પુરુષોની વાઇટ-બૉલ ટીમના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે, પરંતુ ટેસ્ટ-ટીમ સાથેનો તેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ઇંગ્લૅન્ડ હવે આગામી ઉનાળામાં ઍશિઝ સિરીઝ પહેલાં નવા કોચની શોધ શરૂ કરશે.’

બ્રેન્ડન મૅક્લમ કહે છે કે ‘મને ટેસ્ટ-ટીમને કોચિંગ આપવામાં ખૂબ આનંદ થયો છે અને અમે સાથે મળીને જે પ્રાપ્ત કર્યું છે અેના પર મને ખૂબ ગર્વ છે. મારું સંપૂર્ણ ધ્યાન ઇંગ્લૅન્ડને આગળ લઈ જવા માટે મદદ કરવા પર છે.’ તેના કોચિંગ હેઠળ અંગ્રેજ ટીમ ૨૭ જીત, ૨૦ હાર અને બે ડ્રૉ ટેસ્ટ-મૅચ રમી હતી. 

brendon mccullum england new zealand cricket news sports sports news