07 November, 2026 11:39 AM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent
માત્ર બાવીસ વર્ષની ઉંમરે કૅપ્ટન બનીને બ્રાયન બેનેટે સદી ફટકારી
શારજાહમાં આયોજિત બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચના બીજા દિવસના અંતે ઝિમ્બાબ્વે પાસે ૩૯૧ રનની જંગી લીડ હતી. બ્રૅન્ડન ટેલર પછી કૅપ્ટન બ્રાયન બેનેટની સદીના આધારે ઝિમ્બાબ્વેએ પહેલી ઇનિંગ્સમાં ૧૩૪.૩ ઓવર રમીને ૫૦૪-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૩૫ ઓવરમાં એક વિકેટે ૧૧૩ રન કર્યા હતા.
બ્રાયન બેનેટે ટેસ્ટ-કૅપ્ટન તરીકેની પહેલી જ મૅચમાં ૨૦૬ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૧૨૮ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફી અને સ્પિનર કૈસ અહમદે ૩-૩ વિકેટ લીધી હતી.
૫.૨ ઓવરમાં ૧૪ રનના સ્કોરે ઓપનર અબ્દુલ મલિકની વિકેટ ગુમાવ્યા પછી અફઘાનિસ્તાને સેદિકુલ્લાહ અટલના ૧૧૪ બૉલમાં પંચાવન રન અને રહમાનુલ્લાહના ૮૩ બૉલમાં ૫૦ રનની મદદથી શાનદાર વાપસી કરી હતી.