બ્રાયન લારા ઇચ્છતો હતો કે હું તેનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડું : વિઆન મલ્ડર

12 July, 2025 02:06 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર વિઆન મલ્ડર ઝિમ્બાબ્વે સામે હાલમાં ૩૬૭ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો ત્યારે લાગી રહ્યું હતું કે તે બ્રાયન લારાનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડશે. જોકે જ્યારે તે હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ તોડવાથી ૩૩ રન પાછળ હતો

સચિન તેન્ડુલકરે ગઈ કાલે બ્રાયન લારા સાથેનો લૉર્ડ્‍સમાં પાડેલો ફોટો શૅર કર્યો હતો

સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર વિઆન મલ્ડર ઝિમ્બાબ્વે સામે હાલમાં ૩૬૭ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો ત્યારે લાગી રહ્યું હતું કે તે બ્રાયન લારાનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડશે. જોકે જ્યારે તે હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ તોડવાથી ૩૩ રન પાછળ હતો ત્યારે સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન તરીકે તેણે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. તેણે એ સમયે ઉલ્લેખ કર્યો હતો કે લારા આ વર્લ્ડ રેકૉર્ડ જાળવી રાખવાને હકદાર છે.

આ ઘટના બાદ વિઆન મલ્ડરને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બૅટર બ્રાયન લારા તરફથી સલાહ-સૂચન મળ્યાં છે. તે કહે છે, ‘હવે જ્યારે વસ્તુઓ થોડી સ્થિર થઈ ગઈ છે ત્યારે મેં બ્રાયન લારા સાથે થોડી વાત કરી હતી. તેણે મને કહ્યું કે રેકૉર્ડ તોડવા માટે જ હોય ​​છે અને તે ઇચ્છે છે કે જો હું ફરી એ સ્થિતિમાં હોઉં તો તેનો રેકૉર્ડ તોડું. એ તેનો એક રસપ્રદ અભિગમ હતો, પરંતુ મને હજી પણ લાગે છે કે મેં યોગ્ય કાર્ય કર્યું છે અને રમતનું સન્માન કરવું મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.’ 

brian lara south africa international cricket council cricket news sports news