20 October, 2026 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશીને શ્રેયસ ઐયરની સલાહ
વૈભવ સૂર્યવંશીએ ભારત માટે ૮ T20 મૅચમાં બે ફિફ્ટીની મદદથી ૨૪૬ રન કર્યા છે. જોકે વૈભવે આ બધી મૅચો વિદેશમાં રમી છે. તેને ભારતમાં T20 મૅચો સમયે સતત બેન્ચ પર બેસવું પડ્યું છે.
આ સમય દરમ્યાન કૅપ્ટન શ્રેયસ ઐયરે વૈભવ સૂર્યવંશી સાથે કરેલી વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું, ‘હું તેને સતત કહું છું કે તેની તક ચોક્કસ આવશે. મારી પાસે એવા બે બૅટ્સમેન (સંજુ સૅમસન અને અભિષેક શર્મા) છે જેમણે તમારા માટે વર્લ્ડ કપ જીત્યો છે અને તેઓ સતત રન પણ બનાવી રહ્યા છે.’
શ્રેયસ ઐયર આગળ કહે છે, ‘તેના માટે એ વધુ સારું રહેશે કે તે પોતાની તૈયારીઓમાં સાતત્ય જાળવી રાખે અને માનસિક રીતે શાંત રહે. એટલે કે તેની આગામી તક ક્યારે આવશે એના વિશે વધુ પડતો વિચાર ન કરે. હું સમજી શકું છું કે તેના મનમાં શું ચાલી રહ્યું હશે. ખાસ કરીને આટલી શાનદાર IPL સીઝન પછી. પરંતુ કેટલી કવાર તમારે બસ રાહ જોવી પડે છે.’