માનવ સુથારે IPLના મોહમાંથી બહાર નીકળીને રેડ-બૉલ નિષ્ણાત બનવું જોઈએ : ચેતેશ્વર પુજારા

22 August, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેતેશ્વર પુજારાએ યંગ સ્પિનર માનવ સુથારને IPLના મોહમાં પોતાની બોલિંગ બદલવાને બદલે ટેસ્ટ અને રેડ-બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.

ચેતેશ્વર પુજારા અને માનવ સુથાર

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ-નિષ્ણાત બૅટર ચેતેશ્વર પુજારાએ યંગ સ્પિનર માનવ સુથાર માટે મોટું નિવેદન આપ્યું છે. ચેતેશ્વર પુજારા કહે છે કે ભારતીય ટીમ મૅનેજમેન્ટે માનવ સુથારને ટેસ્ટ-ક્રિકેટ માટે બચાવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચેતેશ્વર પુજારા કહે છે, ‘જો તેને IPLમાં રમવાની તક મળે તો ઠીક છે, પરંતુ તેણે પોતાની શક્તિઓ બદલવી જોઈએ નહીં. જોકે તેણે IPLનો મોહ રાખવો જોઈએ નહીં. મને નથી લાગતું કે તેને તેની બોલિંગમાં મોટા ફેરફારો કરવાની જરૂર છે.’ રાજસ્થાનનો ૨૪ વર્ષનો માનવ સુથાર ભારત માટે માત્ર બે ટેસ્ટ-મૅચમાં ૧૭ વિકેટ લઈ ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટની ૩૩ મૅચોમાં તેના નામે ૧૫૭ વિકેટ છે. 

manav suthar cheteshwar pujara test cricket cricket news sports news sports