18 February, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલે બોલરોની બોલબાલા રહી હતી અને બે મૅચમાં 3 ટીમ ઑલઆઉટ થઈ હતી અને કુલ ૩૩ વિકેટો પડી હતી. સીઝનની ટૉપની ટીમ સ્કૉર્ચર્સે સતત પાંચમી મૅચમાં જીત મેળવીને તેમનો વિજયરથ જાળવી રાખ્યો હતો, જ્યારે એમ્પાયર વૉરિયર્સને આ સીઝનમાં પહેલી વાર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
મૅચ – ૧૭ઃ વિમલ વિક્ટર્સ (૧૯.૨ ઓવરમાં ૧૩૫ રનમાં ઑલઆઉટ – અભિષેક ફુરિયા ૨૭ બૉલમાં ૫૩, યુગ શાહ ૧૩ બૉલમાં ૧૬ અને કિશોર શાહ ૨૧ બૉલમાં ૧૩ રન, હાર્દિક ગડા ૩, શ્રેય કારિયા, રસિક સત્રા અને કાર્તિક ગડા બે-બે વિકેટ)નો એમ્પાયર વૉરિયર્સ (૧૬.૪ ઓવરમાં ૭૭ રનમાં ઑલઆઉટ – પવન રિટા ૨૬ બૉલમાં ૨૬, જૈનમ ગડા ૨૯ બૉલમાં ૧૯ અને ધર્મેશ છેડા ૨૦ બૉલમાં ૧૧ રન, પ્રિન્સ ગડા ૩, ચિરાગ નિશર બે અને અભિષેક ફુરિયા અને જેન વિસરિયા એક-એક વિકેટ) સામે ૫૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : વિમલ વિક્ટર્સનો અભિષેક ફુરિયા (૨૭ બૉલમાં ૫૩ રન અને એક વિકેટ).
મૅચ – ૧૮ : કલ્પલબ્ધિ બુલ્સ (૧૯.૫ ઓવરમાં ૧૦૬ રનમાં ઑલઆઉટ – રિશી ફરિયા ૨૪ બૉલમાં ૩૩, કમલેશ છાડવા ૨૭ બૉલમાં ૩૦ અને કૌશલ નિશર ૧૭ બૉલમાં ૧૦ રન. જૈનિલ ગડા ૪, દીપેશ ગિન્દરા ૩ અને સંજય ચરલા બે વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૪.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૦૭ રન – હર્ષિલ મોતા ૨૯ બૉલમાં ૪૧, દીપક બૌવા ૨૮ બૉલમાં ૨૭ અને રુત્વા શાહ ૧૧ બૉલમાં ૧૭ રન, મેહુલ નંદુ બે વિકેટ)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ સ્કૉર્ચર્સનો જૈનિલ ગડા (૧૬ રનમાં ૪ વિકેટ).
હવે આજે સવારે રંગોલી વાઇકિંગ્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે જૉલી જૅગ્વાર્સ v/s ટૉપ ટેન્સ લાયન્સ વચ્ચે ટક્કર જામશે.
|
પૉઇન્ટ ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ-રનરેટ |
|
સ્કૉર્ચર્સ |
૫ |
૫ |
૦ |
૧૦ |
૧.૨૫૫ |
|
એમ્પાયરવૉરિયર્સ |
૫ |
૪ |
૧ |
૮ |
-૦.૦૧૮ |
|
વિમલ વિક્ટર્સ |
૫ |
૩ |
૨ |
૬ |
૦.૮૧૮ |
|
જૉલી જૅગ્વાર્સ |
૪ |
૨ |
૨ |
૪ |
૧.૫૧૦ |
|
કલ્પલબ્ધિ બુલ્સ |
૫ |
૨ |
૩ |
૪ |
-૧.૩૪૯ |
|
રંગોલી વાઇકિંગ્સ |
૪ |
૧ |
૩ |
૨ |
-૦.૭૫૩ |
|
RSS વૉરિયર્સ |
૪ |
૧ |
૩ |
૨ |
-૦.૮૧૯ |
|
ટૉપ ટેન્સ લાયન્સ |
૪ |
૦ |
૪ |
૦ |
-૦.૯૩૩ |