સીપીએલ સાત કૅરિબિયનો માટે બનશે ટી૨૦ વર્લ્ડ કપમાં પહોંચાડતું સ્પ્રિંગ બોર્ડ

31 August, 2022 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન ટીમે ફર્સ્ટ રાઉન્ડ રમીને સુપર-૧૨ રાઉન્ડ માટે ક્વૉલિફાય થવાનું છે. ટી૨૦ વિશ્વકપ ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં રમાશે.

Evin Lewis

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઓપનર અને વર્તમાન સિલેક્શન કમિટીના ચીફ ડેસ્મંડ હેઇન્સે કહ્યું છે કે આજે શરૂ થઈ રહેલી કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ખેલાડીઓના પર્ફોર્મન્સ પરથી વેસ્ટ ઇન્ડીઝની આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમ નક્કી થશે. 

કૅરિબિયન ટીમે ફર્સ્ટ રાઉન્ડ રમીને સુપર-૧૨ રાઉન્ડ માટે ક્વૉલિફાય થવાનું છે. ટી૨૦ વિશ્વકપ ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં રમાશે.

હેઇન્સના વિધાન પરથી વેસ્ટ ઇન્ડીઝના નિષ્ણાતો એવી ધારણા કરી રહ્યા છે કે સીપીએલમાં સાત પ્લેયર્સના પર્ફોર્મન્સ પર ખાસ નજર રાખવામાં આવશે. એમાં ઓપનર એવિન લુઇસ, સ્પિનિંગ ઑલરાઉન્ડર ફેબિયન એલન, સ્પિનિંગ ઑલરાઉન્ડર રૉસ્ટન ચેઝ, લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શેલ્ડન કૉટ્રેલ, ફાસ્ટ બોલર ઑશેન થોમસ, ઑલરાઉન્ડર ઑન્ડ્રે ફ્લેચર અને સ્પિનિંગ ઑલરાઉન્ડર હેડન વૉલ્શનો સમાવેશ છે. આ ટુર્નામેન્ટ અત્યંત રોમાંચક બની રહેશે.

sports news sports cricket news world t20 t20 world cup caribbean