બિગ બૅશ લીગની મૅચ બાદ હવે ભારતમાં ઍશિઝ ટેસ્ટ-મૅચ રમાડશે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા?

25 July, 2026 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૅશ લીગની મૅચ બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા હવે ભારતમાં પ્રતિષ્ઠિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝની મૅચ પણ યોજવાનો પ્લાન બનાવી રહ્યું છે. ટેસ્ટ-ફૉર્મેટને રસપ્રદ બનાવવા માટે ક્રિકેટ બોર્ડ ભવિષ્યમાં આ પ્રયોગ કરી શકે છે. 

બિગ બૅશ લીગની મૅચ બાદ હવે ભારતમાં ઍશિઝ ટેસ્ટ-મૅચ રમાડશે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા?

બિગ બૅશ લીગની મૅચ બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા હવે ભારતમાં પ્રતિષ્ઠિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝની મૅચ પણ યોજવાનો પ્લાન બનાવી રહ્યું છે. ટેસ્ટ-ફૉર્મેટને રસપ્રદ બનાવવા માટે ક્રિકેટ બોર્ડ ભવિષ્યમાં આ પ્રયોગ કરી શકે છે. 
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટૉડ ગ્રીનબર્ગ કહે છે, ‘ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. એના કારણે ભારતનાં રાજ્યોમાં અમારી પાસે ક્રિકેટ-ઇવેન્ટો યોજવાની તકો પણ છે. ભારતમાં ઍશિઝ ટેસ્ટ-મૅચ રમવાનું આયોજન હમણાં તો ન થઈ શકે, પણ ચોક્કસપણે એ પ્લાન પર વિચાર કરવામાં આવશે.’

ashes test series test cricket sports news cricket news sports