ચેન્નઈમાં સુપર કિંગ્સ ઍકૅડેમીમાં રાહુલ દ્રવિડ માટે લાગી સ્પેશ્યલ તકતી

29 March, 2026 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તકતી ચેન્નઈની આ ઍકૅડેમીમાં હંમેશાં માટે સ્થાપિત થઈ ગઈ છે. રાહુલ દ્રવિડે ભાવિ ક્રિકેટર્સ સાથે વાતચીત કરી હતી અને ખાસ પુરસ્કારોનું વિતરણ પણ કર્યું હતું.

ચેન્નઈમાં સુપર કિંગ્સ ઍકૅડેમીમાં રાહુલ દ્રવિડ માટે લાગી સ્પેશ્યલ તકતી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રાહુલ દ્રવિડને ચેન્નઈમાં સ્થિત સુપર કિંગ્સ ઍકૅડેમીના વાર્ષિક કાર્યક્રમમાં સ્પેશ્યલ સન્માન મળ્યું હતું. ઍકૅડેમીએ ઇન્ડિયન ક્રિકેટની વૉલ કહેવાતા રાહુલ દ્રવિડ માટે સ્પેશ્યલ તકતી બનાવીને એના પર ઑટોગ્રાફ કરાવ્યા હતા. આ તકતી ચેન્નઈની આ ઍકૅડેમીમાં હંમેશાં માટે સ્થાપિત થઈ ગઈ છે. રાહુલ દ્રવિડે ભાવિ ક્રિકેટર્સ સાથે વાતચીત કરી હતી અને ખાસ પુરસ્કારોનું વિતરણ પણ કર્યું હતું.

rahul dravid chennai super kings IPL 2026 cricket news sports news sports