19 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોનીનો હમશકલ ભારે ચર્ચામાં
IPL 2025 દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી બૅટર મહેન્દ્ર સિંહ ધોનીનો હમશકલ ભારે ચર્ચામાં હતો. સ્ટેડિયમમાં મૅચ જોવા આવે ત્યારે ધોનીના હમશકલ રિષભ માલાકરને ક્રિકેટ-ફૅન્સ સેલ્ફી માટે ઘેરી લેતા હોય છે. આ જ હમશકલને હાલમાં એક ઇવેન્ટમાં ધોની સાથે મળવાની તક મળી હતી. તેણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને કહ્યું કે ‘આ હાથને માહીસરે ટચ કર્યો છે. વિચારી રહ્યો છું કે આ હાથને લેમિનેટ કે ફોટોકૉપી કરાવી લઉં.’