ક્રિકેટર રામકૃષ્ણ ઘોષ ઇન્જરી હોવા છતાં પુણે રેલવે સ્ટેશન પર ટિકિટ-કલેક્ટર તરીકે કામ કરી રહ્યો છે

08 July, 2026 11:37 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણે રેલવે-સ્ટેશને રામકૃષ્ણ ઘોષ પ્રોટેક્ટિવ બૂટ પહેરીને ટિકિટ-કલેક્ટરની કામગીરી કરતો જોવા મળ્યો હતો

હાલમાં રામકૃષ્ણ ઘોષનો એક ફૅન સાથેનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે

નાશિકમાં જન્મેલો ૨૮ વર્ષનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર રામકૃષ્ણ ઘોષ હાલમાં ભારે ચર્ચામાં છે. રામકૃષ્ણ ઘોષે IPL 2026માં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ થયા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું. જોકે બોલિંગ દરમ્યાન પગમાં ફ્રૅક્ચર થતાં તે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો.

હાલમાં રામકૃષ્ણ ઘોષનો એક ફૅન સાથેનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. પુણે રેલવે-સ્ટેશને રામકૃષ્ણ ઘોષ પ્રોટેક્ટિવ બૂટ પહેરીને ટિકિટ-કલેક્ટરની કામગીરી કરતો જોવા મળ્યો હતો. સર્જરી બાદ તેણે પોતાની રેલવેની નોકરી ફરી શરૂ કરી છે. મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો રામકૃષ્ણ ઘોષ મૅચ ન હોય ત્યારે ટિકિટ-કલેક્ટરની જવાબદારી સંભાળે છે.  

IPL 2026 chennai super kings indian premier league pune indian railways nashik cricket news sports sports news