જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ગ્લાસગો પહોંચી ગયો છે

26 July, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ અને ૩૧ જુલાઈએ જૅવલિન થ્રો ઇવેન્ટ સમયે નીરજ ચોપડા ઍક્શનમાં જોવા મળશે

નીરજ ચોપડા

ભારતનો સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ગઈ કાલે સ્વિટ્ઝરલૅન્ડમાં ટ્રેઇનિંગ લઈને કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા સ્કૉટલૅન્ડના ગ્લાસગો પહોંચી ગયો છે. ૨૦૧૮ની કૉમનવેલ્થ ગેમ્સમાં ૮૬. ૪૭ મીટરનો થ્રો ફેંકીને નીરજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇન્જરીને કારણે ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સમાં તે ભાગ લઈ શક્યો નહોતો.  

૨૭ જુલાઈથી અૅથ્લેટિક્સ અને પૅરા અૅથ્લેટિક્સની ઇવેન્ટ શરૂ થશે. ૩૦ અને ૩૧ જુલાઈએ જૅવલિન થ્રો ઇવેન્ટ સમયે નીરજ ચોપડા ઍક્શનમાં જોવા મળશે. જૅવલિન થ્રોમાં ૯૦. ૨૩ મીટરનો પર્સનલ બેસ્ટ રેકૉર્ડ ધરાવતો નીરજ ચોપડા કૉમનવેલ્થ ગેમ્સમાં અૅથ્લેટિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સાથે ઘણા મોટા રેકૉર્ડ બનાવી શકે છે.  

sports news sports commonwealth games neeraj chopra