કપોળ, ગુર્જર સુતાર, વાગડ વિશા ઓસવાળ જૈન અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ક્વૉર્ટર ફાઇનલમાં

29 March, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ત્રીજી અને છેલ્લી ક્વૉર્ટર ફાઇનલ બાદ સેમી ફાઇનલની લાઇન-અપ માટે ડ્રૉ કરવામાં આવશે. ક્વૉર્ટર ફાઇનલની ત્રણેય વિજેતા ટીમના કૅપ્ટન અથવા પ્રતિનિધિએ ડ્રૉ વખતે હાજર રહેવા વિનંતી.

કપોળ, ગુર્જર સુતાર, વાગડ વિશા ઓસવાળ જૈન અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ક્વૉર્ટર ફાઇનલમાં

અપેક્ષા પ્રમાણે સૌથી રોમાંચક અને થ્રિલર જંગમાં કપોળે લીગ રાઉન્ડનો બદલો લેતાં ૬ રનથી પરજિયા સોનીને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું, ગઈ સીઝનની રનર-અપ પરજિયા સોનીએ છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર ૮ રન કરવાના હતા, પણ કપોળના રિશી મહેતાની એ ઓવરમાં બે રનઆઉટ સહિત ચાર વિકેટ ગુમાવતાં માત્ર બે જ રન બનાવી શક્યું: કચ્છ-વાગડ લેઉવા 
પટેલ લીગ રાઉન્ડ જેવું જોર ન બતાવી શક્યું, માત્ર બાવીસ રનનો ટાર્ગેટ વાગડ વિશા ઓસવાળ જૈને ૨.૨ ઓવરમાં જ મેળવી લીધો : મેમણ સૌરાષ્ટ્ર લેઉવા પટેલને શરૂઆતમાં બાંધી રાખ્યા બાદ ફસડાયું અને ૪૬ રનથી હારીને ટુર્નામેન્ટમાંથી આઉટ થયું: ભારે ઉતાર-ચડાવ બાદ ગુર્જર સુતારે કચ્છી ભાનુશાલી સામે સેકન્ડલાસ્ટ બૉલમાં જીત મેળવીને પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો 

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૨

ટૂંકો સ્કોર : કચ્છ-વાગડ લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧ રન –વિરેન દુબરિયા ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૦ અને મીત પટેલ ૭ બૉલમાં બે ફોર સાથે ૯ રન. દીપક શાહ ૬ રનમાં ચાર, ભાવિક ગિન્દરા ૧૨ રનમાં બે તથા વિવેક ગાલા ૮ રનમાં અને રોમિલ ગડા ૧૨ રનમાં એક-એક વિકેટ) સામે વાગડ વિશા ઓસવાળ જૈન (૨.૨ ઓવરમાં એક વિકેટે ૨૨ રન – ભાવેશ ગાલા ૬ બૉલમાં એક ફોર સાથે અણનમ ૭ અને કુણાલ ગડા પાંચ બૉલમાં એક ફોર સાથે અણનમ ૪ રન. મીત પટેલ ૧૨ રનમાં એક વિકેટ)નો ૯ વિકેટથી વિજય.

મૅન ઑફ મૅચ : વાગડ વિશા ઓસવાળ જૈનનો દીપક શાહ (હૅટ-ટ્રિક સાથે ૬ રનમાં ચાર વિકેટ)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૩

ટૂંકો સ્કોર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૦૮ રન – જય કિકાણી ૨૭ બૉલમાં ચાર સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૫૫, દર્શન માંગુકિયા ૧૨ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૯ તથા તસ્વીન પટેલ ૧૦ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન. સૈફ અબ્બાસ ૩ રનમાં બે તથા આમિર પેટીવાલા ૧૮ રનમાં અને અરકાન મેમણ ૧૯ રનમાં એક-એક વિકેટ)નો મેમણ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૨ રન – વાસીમ અશરફ ૧૭ બૉલમાં ત્રણ ફોર સાથે અણનમ ૨૨, સોહેલ મીઠાઈવાલા ૧૦ બૉલમાં બે ફોર સાથે ૧૧ અને સુફિયાન મર્ચન્ટ ૭ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૦ રન. ઘેલા જોગાણી સાત રનમાં અને શૈલેશ માણિયા ૨૧ રનમાં બે-બે તથા હિતેશ ભાયાણી પાંચ રનમાં અને દર્શન માંગુકિયા ૯ રનમાં એક-એક વિકેટ) સામે ૪૬ રનથી વિજય.

મૅન ઑફ મૅચ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો જય કિકાણી (૨૭ બૉલમાં અણનમ પંચાવન રન)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૪

ટૂંકો સ્કોર : કપોળ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૯૩ રન – આકાશ મહેતા ૧૮ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૫, પાર્થ મથુરિયા ૧૩ બૉલમાં ચાર ફોર સાથે ૨૩, ગૌરાંગ પારેખ ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૨ અને ઉમંગ શેઠ ૮ બૉલમાં બે સિક્સર સાથે ૧૪ રન. ધર્મિત ધાણક ૧૩ રનમાં અને પરીક્ષિ‌ત ધાણક ૧૩ રનમાં બે-બે તથા ધવલ સોની ૧૪ રનમાં એક વિકેટ)નો પરજિયા સોની (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૭ રન – વિકી સોની ૬ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૧૯, પરીક્ષિ‌ત ધાણક ૧૦ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૮, ધવલ સોની ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬ અને મોનિલ સોની ૧૬ બૉલમાં એક સિક્સર સાથે ૧૩ રન. રિશી ૯ રનમાં ૩ તથા દર્શન મોદી ૧૩ રનમાં, ઉમંગ શેઠ ૧૯ રનમાં અને હર્ષિત ગોરડિયા ૨૪ રનમાં એક-એક વિકેટ) સામે ૬ રનથી વિજય.

મૅન ઑફ મૅચ : કપોળનો રિશી મહેતા (૯ રનમાં ૩ વિકેટ)

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-પ

ટૂંકો સ્કોર : કચ્છી ભાનુશાલી (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૨ રન – દર્શન ભાનુશાલી ૨૧ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૫, રામ ગોરી ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૨ અને ઓમકાર નંદા ૭ બૉલમાં બે ફોર સાથે ૯ રન. ધર્મેશ અનુવાડિયા ૧૦ રનમાં અને તેજસ વડગામા ૧૨ રનમાં બે-બે તથા ધવલ ઘોરેચા ૮ રનમાં એક વિકેટ) સામે ગુર્જર સુતાર (૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૮૭ રન – વિશાલ વડગામાં ૨૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૪, જય વડગામા ૬ બૉલમાં એક સિક્સર અને એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૧૫ તથા ધર્મેશ અનુવાડિયા પાંચ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૪ રન. રિશી ગજરા સાત રનમાં ત્રણ, પ્રેમ ગોરી ૧૧ રનમાં બે તથા જય ભાનુશાલી ૨૬ રનમાં એક વિકેટ)નો ૬ વિકેટે વિજય.

મૅન ઑફ મૅચ : ગુર્જર સુતારનો વિશાલ વડગામા (૨૦ બૉલમાં અણનમ ૨૪ રન)

sports news sports cricket news gujarati mid day exclusive