વિમેન્સ T20માં પહેલી વખત પાંચ વિકેટ લઈને શાનદાર ફૉર્મ મેળવ્યું ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ

27 April, 2026 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે સતત ત્રણ હાર બાદ ભારતની પહેલી જીત

બૉલ અને બૅટથી શાનદાર પ્રદર્શન કરીને ચોથી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બની હતી દીપ્તિ શર્મા.

જોહનિસબર્ગમાં શનિવારે સાઉથ આફ્રિકા સામેની પાંચ મૅચની સિરીઝની ચોથી T20 મૅચમાં ભારતે ૧૪ રને જીત નોંધાવીને વર્લ્ડ કપ પહેલાં આત્મવિશ્વાસ મેળવ્યો છે. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ જેમિમા રૉડ્રિગ્સના ૨૯ બૉલમાં ૪૩ રન, દીપ્તિ શર્માના ૩૬ રન, રિચા ઘોષના ૩૪ રનના આધારે પાંચ વિકેટ ગુમાવીને ૧૮૫ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૯ વિકેટે ૧૭૧ રન જ કરી શક્યું હતું. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ભારત માટે T20 મૅચમાં પહેલી વખત પાંચ વિકેટ લીધી હતી. તેણે ૪  ઓવરમાં ૧૯ રન આપીને પાંચ વિકેટ ઝડપીને શાનદાર ફૉર્મમાં વાપસી કરી હતી. તે ભારત માટે વન-ડેમાં ચાર અને ટેસ્ટ-મૅચમાં એક વખત પાંચ વિકેટ લઈ ચૂકી છે. ભારતની ઝુલન ગોસ્વામી, ઇંગ્લૅન્ડની જેની ગન અને ઑસ્ટ્રેલિયાની ઍશ્લી ગાર્ડનર બાદ તે ત્રણેય ફૉર્મેટની મૅચમાં પાંચ વિકેટ લેનાર ચોથી મહિલા ખેલાડી બની હતી. 

indian womens cricket team south africa t20 international deepti sharma cricket news sports news sports