06 January, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલ-નાગારાની બીટ પર તમામ પ્લેયર્સ ભાંગડા કરતા જોવા મળ્યા હતા
વિમેન્સ વર્લ્ડ કપ અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની છેલ્લી સીઝનની વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌર હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાઈ છે. પ્રૅક્ટિસ-કૅમ્પમાં હાજર અન્ય પ્લેયર્સ અને કોચિંગ-સ્ટાફના સભ્યોએ ટીમ-હોટેલમાં કૅપ્ટન કૌરનું યાદગાર સ્વાગત કર્યું હતું.
ઢોલ-નાગારાની બીટ પર તમામ પ્લેયર્સ ભાંગડા કરતા જોવા મળ્યા હતા. વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે સ્ટેજ પર ભાંગડા કરીને જ ટ્રોફી ઉપાડી હતી.