દિલ્હી સામે લાગલગાટ પાંચમી મૅચ હાર્યું લખનઉ

03 April, 2026 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે IPL 2026ની પાંચમી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ૬ વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવી હતી. લખનઉએ ૧૮.૪ ઓવરમાં IPLનો પોતાનો પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ (૧૪૧ રનમાં ઑલઆઉટ) સ્કોર નોંધાવ્યો હતો.

દિલ્હી સામે લાગલગાટ પાંચમી મૅચ હાર્યું લખનઉ

બુધવારે IPL 2026ની પાંચમી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ૬ વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવી હતી. લખનઉએ ૧૮.૪ ઓવરમાં IPLનો પોતાનો પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ (૧૪૧ રનમાં ઑલઆઉટ) સ્કોર નોંધાવ્યો હતો. શરૂઆતમાં ધબડકો થવા છતાં દિલ્હીએ ૧૭.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૪૫ રન કરીને જીત મેળવી હતી. 
લખનઉ સામે દિલ્હીએ સતત પાંચમી જીત નોંધાવી છે. દિલ્હી આ હરીફ સામે છેલ્લી બન્ને સીઝનની બે-બે મૅચ જીત્યું હતું. દિલ્હી ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન રાજસ્થાન રૉયલ્સ અને ૨૦૨૦થી ૨૦૨૩ દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ સતત પાંચ મૅચ જીતી ચૂક્યું છે.

IPLમાં ઇનિંગ્સના પહેલા જ બૉલમાં પાંચ વખત વિકેટ લેનાર મોહમ્મદ શમી પહેલો બોલર બન્યો
મોહમ્મદ શમીએ ટુર્નામેન્ટની પાંચ ઇનિંગ્સમાં પહેલા બૉલે વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે ૨૦૧૪માં જૅક્સ કૅલિસ, ૨૦૨૨માં કે. એલ. રાહુલ, ૨૦૨૪માં ફિલ સૉલ્ટ, ૨૦૨૫માં શેખ રશીદ અને ૨૦૨૬માં કે. એલ. રાહુલની પહેલા બૉલમાં જ વિકેટ લીધી છે. પ્રવીણ કુમાર, ઉમેશ યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, લસિથ મલિંગા, ભુવનેશ્વર કુમાર, અશોક ડિંડા, પૅટ કમિન્સ ૩-૩ વખત આ કમાલ કરી ચૂક્યા છે. 

delhi capitals lucknow super giants IPL 2026 cricket news sports news