DC vs RR:દિલ્હીએ 33 રન સાથે રાજસ્થાનને આપી મ્હાત, ટેબલ પોઈન્ટમાં ટોપ પર દિલ્હી

25 September, 2021 09:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની 36મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.

શ્રેયસ ઐયર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની 36મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.  મેચમાં  રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યુ હતુ. જો કે તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 154 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં  6 વિકેટના નુકસાને માત્ર 121 રન જ કરી શકી હતી. 

આ સાથે જ દિલ્હીની ટીમ 10 મેચોમાંથી આઠ મેચ જીત સાથે ટેબલ પોઈન્ટ પર એક નંબર પર પહોંચી ગઈ છે. આ જોઈને કહી શકાય કે તેનુ પ્લેઓફમાં પહોંચવુ  નક્કી છે.  તો બીજી બાજુ રાજસ્થાનની ટીમે 9 મેચોમાંથી ચાર જીતી છે, અને પાંચમી મેચની હાર સાથે ટેબલ પોઈન્ટ પર છઠ્ઠા નંબર પર છે

મેચની શરૂઆતમાં દિલ્હીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાવરપ્લેમાં ટીમે બંને ઓપનર શિખર ધવન (8 રન) અને પૃથ્વી શો (10 રન) કરી પેવેલિયન ભેગા થયા હતા. ધવનની વિકેટ કાર્તિક ત્યાગીએ લીધી હતી તો પૃથ્વીની વિકેટ ચેતન સાકરિયાએ લીધી હતી. 

બે વિકેટ બાદ દિલ્હીની મેચને શ્રેયસ  અય્યર અને ઋષભ પંતે સંભાળી હતી. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી. મુસ્તફિઝુર રહેમાને પંત (24) ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. પંત બાદ અય્યર (43) પણ રાહુલ તેવાટિયા દ્વારા સ્ટમ્પ આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. રહેમાન દ્વારા શિમરોન હેટમાયરને પણ પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. તેણે 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લલિત યાદવ 15 બોલમાં 14 રન બનાવ્યા હતાં. 

155 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન ટીમની શરૂઆત બહુ ખાસ નહોતી. લિયામ લિવિંગસ્ટોને પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર એક રન બનાવ્યો હતો અને અવેશ ખાનને આઉટ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ (5) એ પણ આગલી જ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેને નોર્ટજેએ આઉટ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સમાં યશસ્વી જયસ્વાલ, ડેવિડ મિલર, સંજુ સેમસન, લિયામ લિવિંગસ્ટોન, મહિપાલ લોમરોર,  મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, કાર્તિક ત્યાગી,રિયાન પરાગ, રાહુલ તેવટિયા, તબરેઝ શમ્સી ખેલાડીઓ જ્યારે દિલ્હી કેપિટલ્સમાં પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત,  કગિસો રબાડા, એનરિક નોર્ત્યા, આવેશ ખાન, લલિત યાદવ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન છે.

 

 

 

Sports news ipl 2021 cricket news delhi capitals rajasthan royals