ટીમ ઇન્ડિયાની વાઇટ બૉલ ફૉર્મેટની જર્સી માટે ૩ વર્ષમાં ૧૦ ડિઝાઇન આઇડિયા રિજેક્ટ થયા

15 March, 2026 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રિજેક્ટ થયેલી જર્સીમાં ભારતીય નદીઓ, ભારતીય ભાષાઓ અને ભગવા રંગના પ્રભુત્વવાળી કેટલીક જર્સી પણ રિજેક્ટ થઈ હતી. 

ટીમ ઇન્ડિયાની વન-ડે અને T20 જર્સીની ડિઝાઇન

ટીમ ઇન્ડિયાની વન-ડે અને T20 જર્સીની ડિઝાઇનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ફેરફારો થતા જોવા મળ્યા છે. છેલ્લાં ૩ વર્ષથી આ ડિઝાઇન કાશ્મીરી મૂળનો ફૅશન-ડિઝાઇનર આકિબ વાની બનાવી રહ્યો છે. તેણે હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર જર્સીના ૧૦ જેટલા ડિઝાઇન આઇડિયા શૅર કર્યા હતા જે ટીમ ઇન્ડિયાની વાઇટ બૉલ ફૉર્મેટની જર્સી માટે સિલેક્ટ થઈ શક્યા નહોતા. ભારતની કેટલીક જૂની જર્સીને પણ આ ડિઝાઇનરે નવો લુક આપવાનો પ્રયાસ કર્યો હતો. રિજેક્ટ થયેલી જર્સીમાં ભારતીય નદીઓ, ભારતીય ભાષાઓ અને ભગવા રંગના પ્રભુત્વવાળી કેટલીક જર્સી પણ રિજેક્ટ થઈ હતી. 

indian cricket team sports sports news t20 international board of control for cricket in india