20 November, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનફિટ હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ સોશ્યલ મીડિયામાં ભારે ધમાલ મચાવી રહ્યો છે. જૂની ગર્લફ્રેન્ડ અને સિંગર જાસ્મિન વાલિયા સાથે અલગ થયા બાદ ૩૧ વર્ષનો હાર્દિક મૉડલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે અને તેમના તાજેતરમાં શૅર કરેલા ફોટોને લીધે સોશ્યલ મીડિયામાં બન્નેએ સગાઈ કરી લીધી હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. હાર્દિકે થોડા સમય પહેલાં જ માહિકાને ડેટ કરતો હોવાનું કન્ફર્મ કર્યું હતું અને હવે બન્ને ટ્રેડિશનલ ડ્રેસમાં પૂજા કરતાં હોય એવા ફોટો શૅર કર્યા હતા જેમાં માહિકાની આંગળીમાં વીંટી દેખાતી હતી એટલે બન્નેએ સગાઈ કરી લીધી હોવાનું ચાહકો માની રહ્યા છે.
હાર્દિકે જિમમાં વર્કઆઉટ દરમ્યાન માહિકાને ઊંચકીને આપેલા પોઝના ફોટોએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
સગાઈ ઉપરાંત હાર્દિક ફરી ફિટ થઈ ગયો છે અને સાઉથ આફ્રિકા સામેની વાઇટ-બૉલ સિરીઝમાં કમબૅક કરવાના સંકેતે પણ ચાહકોને રાજીના રેડ કરી દીધા છે.