રવીન્દ્ર જાડેજાનો જબરો ફૅન છે આ સુરતી ક્રિકેટર

31 October, 2025 06:13 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

વિશ્વનો નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હાલમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે મધ્ય પ્રદેશ સામે રમ્યો હતો. આ ડ્રૉ મૅચમાં તે ૨૮ ઓવરમાં ૭૮ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. જોકે આ મૅચ દરમ્યાન તેના જબરા ફૅન સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. 

રવીન્દ્ર જાડેજાનો જબરો ફૅન છે આ સુરતી ક્રિકેટર

વિશ્વનો નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હાલમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે મધ્ય પ્રદેશ સામે રમ્યો હતો. આ ડ્રૉ મૅચમાં તે ૨૮ ઓવરમાં ૭૮ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. જોકે આ મૅચ દરમ્યાન તેના જબરા ફૅન સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. 
સુરતના ૨૯ વર્ષના ડેનિશ પટેલને ડ્રેસિંગરૂમમાં જઈને જાડેજા પાસે ઑટોગ્રાફ લેવાની તક મળી હતી. આ જબરા ફૅનના હાથમાં પહેલેથી જ જાડેજાની બોલિંગ-ઍક્શનનું ટૅટૂ છે. જૂના ટૅટૂના નીચે તેણે જાડેજાનો ઑટોગ્રાફ લઈને એનું પણ ટૅટૂ પડાવી દીધું હતું. જાડેજાનો આ મોટો ચાહક લેફ્ટ આર્મ સ્પિનર તરીકે હાલમાં સિનિયર ડિસ્ટ્રિક્ટ ટીમ માટે રમે છે.

cricket news sports news sports ravindra jadeja surat