પરિવર્તનનો યુગ આવી રહ્યો છે, પણ મારે કોઈને કંઈ જ સાબિત કરવાની જરૂર નથી

21 January, 2025 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય T20 ટીમનો નવો વાઇસ કૅપ્ટન અક્ષર પટેલ કહે છે...

અક્ષર પટેલ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે જેના કારણે ભારતીય ટીમમાં કેટલાક મોટા ફેરફાર થઈ રહ્યા છે. બાવીસ જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝથી ૩૧ વર્ષનો અક્ષર પટેલ પોતાની વાઇસ-કૅપ્ટન તરીકેની જર્ની શરૂ કરશે.

આ વિશે વાત કરતાં ભારતીય ટીમના નવા T20 વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે ‘ચોક્કસ, પરિવર્તનનો યુગ આવવાનો છે, પરંતુ આખરે એ સિલેક્ટર્સ અને કૅપ્ટનનો નિર્ણય છે. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. મારું કામ મને સોંપવામાં આવેલી ભૂમિકા નિભાવવા અને સતત મારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો હું સારું પ્રદર્શન કરીશ તો ટીમમાં મારું સ્થાન આપમેળે સુરક્ષિત થઈ જશે. હું ઑલ-ફૉર્મેટ પ્લેયર છું. હું વધારે પ્રેશર લેતો નથી. ટીમમાં મારું સ્થાન છે કે નહીં એ હંમેશાં ટીમ-કૉમ્બિનેશનનો મામલો હોય છે.’  

axar patel indian cricket team india t20 international t20 cricket news sports sports news