દુલીપ ટ્રોફી સેમી-ફાઇનલ માટે નૉર્થ ઝોનમાં સામેલ થયો પંજાબી ફાસ્ટ બોલર ગુરનૂર બરાડ

30 August, 2026 10:20 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં આજથી દુલીપ ટ્રોફીની બે સેમી-ફાઇનલ શરૂ થશે. પ્રથમ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોન સામે ઈસ્ટ ઝોન રમશે, જ્યારે બીજી સેમી-ફાઇનલમાં સાઉથ ઝોનનો મુકાબલો નૉર્થ ઝોન સામે થશે.

ગુરનૂર બરાડ

બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં આજથી દુલીપ ટ્રોફીની બે સેમી-ફાઇનલ મૅચો શરૂ થશે. પહેલી સેમી-ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોન સામે ઈસ્ટ ઝોન ટકરાશે. ગયા વખતની રનર અપ ટીમ સાઉથ ઝોન બીજી સેમી-ફાઇનલ મૅચ નૉર્થ ઝોન સામે રમશે. સવારે ૯.૩૦ વાગ્યાથી રમતની શરૂઆત થશે. 
સેન્ટ્રલ ઝોનની આગેવાની રજત પાટીદાર કરશે, જ્યારે ઈસ્ટ ઝોનનો કૅપ્ટન ઈશાન કિશન છે. તિલક વર્મા સાઉથ ઝોનની કમાન સંભાળી રહ્યો છે. વિકેટકીપર-બૅટર કન્હૈયા વાધવાન નૉર્થ ઝોનની આગેવાની કરી રહ્યો છે જેમાં અંશુલ કમ્બોજ, અર્શદીપ સિંહ જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. 
શ્રીલંકા ટૂર પરથી આવેલો પંજાબી ફાસ્ટ બોલર ગુરનૂર બરાડ નૉર્થ ઝોનમાં સામેલ થયો છે. ૨૬ વર્ષનો ગુરનૂર બરાડ ભારતની છેલ્લી બન્ને ટેસ્ટ-સિરીઝમાં સ્ક્વૉડનો ભાગ રહ્યો છે પરંતુ ટેસ્ટ-ડેબ્યુ કરી શક્યો નથી. ૧૯ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેણે ૬૨ વિકેટ લીધી છે.

duleep trophy cricket news bengaluru ruturaj gaikwad rajat patidar ishan kishan tilak varma arshdeep singh sports news sports