21 August, 2026 12:36 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
દુલીપ ટ્રોફીની ફાઇનલ મૅચ બૅન્ગલોરથી ચેન્નઈ શિફ્ટ કરવામાં આવી
ભારતીય ક્રિકેટ બોર્ડે દુલીપ ટ્રોફી ફાઇનલ બૅન્ગલોરથી ચેન્નઈ ખસેડવાની પુષ્ટિ કરી છે. સેક્રેટરી દેવજિત સૈકિયા કહે છે, ‘મૅચ ખસેડવાનો નિર્ણય સામાન્ય જનતાને રમત જોવાની મંજૂરી આપવા માટે લેવામાં આવ્યો છે. જેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે.’
સેન્ટર ઑફ એક્સલન્સમાં કેટલાક સરકારી પ્રતિબંધોને કારણે સામાન્ય જનતાને મૅચ જોવાની મંજૂરી મળતી નથી.
૨૩થી ૨૬ ઑગસ્ટ દરમ્યાનની બે ક્વૉર્ટર ફાઇનલ અને ૩૦ ઑગસ્ટથી બે સપ્ટેમ્બર દરમ્યાનની બે સેમી-ફાઇનલ મૅચ બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં રમાશે. છથી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન ફાઇનલ મૅચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. બધી મૅચોનું લાઇવ-સ્ટ્રીમિંગ કરવામાં આવશે.