09 November, 2026 03:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈસ્ટ બેન્ગૉલ ક્લબે એશિયન ફુટબૉલ કન્ફેડરેશન (AFC) મહિલા ચૅમ્પિયન્સ લીગના નૉકઆઉટમાં પહોંચનારી પ્રથમ ભારતીય ક્લબ બનીને ઇતિહાસ રચ્યો છે.
આ ક્લબને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં નૉર્થ કોરિયાની એક ક્લબ સામે ૦-૨થી હાર મળી હતી. જોકે ભારતીય ક્લબ શ્રેષ્ઠ ત્રીજા સ્થાને રહેલી ટીમોમાંની એક તરીકે ક્વૉલિફાય થઈ.
નૉકઆઉટની મૅચો ૨૦૨૭ના માર્ચ મહિનામાં શરૂ થશે. આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઈસ્ટ બેન્ગૉલ ક્લબ ક્વૉર્ટર ફાઇનલમાં કોની સામે ટકરાશે એની જાહેરાત થશે.