આઠેક ઑસ્ટ્રેલિયન પ્લેયરો કદાચ વેસ્ટ ઇન્ડીઝ નહીં જાય

10 June, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખું વર્ષ ભરચક્ર કાર્યક્રમ, આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઠેક ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ આગામી વેસ્ટ ઇન્ડીઝ અને બંગલા દેશની ટૂર પર કદાચ નહીં જાય.

સ્મિથ

આખું વર્ષ ભરચક્ર કાર્યક્રમ, આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઠેક ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ આગામી વેસ્ટ ઇન્ડીઝ અને બંગલા દેશની ટૂર પર કદાચ નહીં જાય. મેન્ટલ હેલ્થ, બાયો-બબલ્સ અને ક્વૉરન્ટીનનો થાક વગેરે કારણસર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને આ નિર્ણય લેવા મજબૂર કરશે એવું લાગી રહ્યું છે. માહિતી પ્રમાણે આ બન્ને ટૂરમાંથી કદાચ સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર, પૅટ કમિન્સ, ગ્લેન મૅક્સવેલ, ઝ્‍યા રિચર્ડસન, માર્ક્સ સ્ટૉઇનિસ, કેન રિચર્ડસન અને રિલે મેરેડિથ હટી જશે. આ બધા ખેલાડીઓ આઇપીએલમાં સામેલ હતા અને ચોથી મેએ આઇપીએલ અટકી પડ્યા બાદ લગભગ એક મહિને ઘરે પહોંચ્યા હતા. તેમને દસેક દિવસ મૉલદીવ્ઝમાં ફ્લાઇટ શરૂ થાય એની રાહ જોતા રોકાવું પડ્યું અને ત્યાર બાદ ઘરઆંગણે ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવું પડ્યું હતું. 

આને લીધે ઑસ્ટ્રેલિયન સિલેક્ટરોએ ટીમમાં વધુ ૬ ખેલાડીઓ ડૅન ક્રિસ્ટિયન, કૅમરોન ગ્રીન, ઍશ્ટન ટર્નર, વેસ ઍગર, નૅથન એલિસ અને બેન મૅક્ડરમોટનો સમાવેશ કર્યો છે.

ઑસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઇન્ડીઝમાં ૧૦ જુલાઈથી પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે રમ્યા બાદ ઑગસ્ટમાં બંગલા દેશમાં પાંચ ટી૨૦ મૅચ રમવાની છે. 

cricket news sports news sports australia west indies bangladesh