✕

આજથી અન્ડર-19 વન-ડે એશિયા કપ 2026માં ૮ વખતના ચૅમ્પિયન ભારતના અભિયાનનો પ્રારંભ

06 November, 2026 10:12 AM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સના દીકરાઓ આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડના પ્રદર્શન પર સૌની નજર રહેશે. લક્ષ્ય રાયચંદાની અને યશવર્ધન ચૌહાણ અનુક્રમે કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન રહેશે. આ ટુર્નામેન્ટ ૪થી ૧૪ નવેમ્બર દરમ્યાન ઓમાનના મસ્કતમાં રમાશે.

પ્રતીકાત્મક તસવીર

ઓમાનમાં ગઈ કાલે શરૂ થયેલા અન્ડર-19 વન-ડે એશિયા કપ 2026માં આજથી ૮ વખતના ચૅમ્પિયન ભારતના અભિયાનનો નેપાલ સામે પ્રારંભ થશે. વન-ડે ફૉર્મેટના આ એશિયા કપમાં ભારત છેલ્લે ૨૦૨૧માં વિજેતા બન્યું હતું અને છેલ્લી બન્ને સીઝનમાં રનર-અપ રહ્યું છે.

૧૯૮૯થી શરૂ થયેલા એશિયા કપની અગાઉની ૧૨ સીઝનમાં પાકિસ્તાન અને બંગલાદેશ બે-બે વખત અને અફઘાનિસ્તાન એક વખત ચૅમ્પિયન બન્યાં છે. શ્રીલંકન ટીમ સૌથી વધુ પાંચ વખત રનર-અપ ટીમ બની છે.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સના દીકરાઓ આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડના પ્રદર્શન પર સૌની નજર રહેશે. લક્ષ્ય રાયચંદાની અને યશવર્ધન ચૌહાણ અનુક્રમે કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન રહેશે. આ ટુર્નામેન્ટ ૪થી ૧૪ નવેમ્બર દરમ્યાન ઓમાનના મસ્કતમાં રમાશે.

પહેલા દિવસની મૅચનાં રિઝલ્ટ

મલેશિયાના ૮૮ રનના સ્કોર સામે શ્રીલંકાએ ૧૩.૫ ઓવરમાં ૯૧-૧નો સ્કોર કરીને ૯ વિકેટે જીત મેળવી.

અફઘાનિસ્તાનના ૨૩૧ રન સામે બંગલાદેશ ૨૫.૫ ઓવરમાં ૧૧૩ રને ઑલઆઉટ થઈને ૧૧૩ રને હાર્યુ.

ભારતીય ટીમનું શેડ્યુલ

૬ નવેમ્બરે નેપાલ

૮ નવેમ્બરે પાકિસ્તાન

૧૦ નવેમ્બરે UAE

asia cup u19 asia cup oman nepal team india indian cricket team cricket news sports news sports afghanistan bangladesh