14 November, 2026 09:30 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
માહલી બિઅર્ડમૅન પહેલી જ વન-ડે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
ઇંગ્લૅન્ડ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૧-૦ની લીડ મેળવી છે. પર્થમાં રમાયેલી પહેલી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૧૫૯ બૉલ પહેલાં ૭ વિકેટે જીત મેળવી હતી. ટૉમ બૅન્ટન અને વિલ જૅક્સના ૨૫-૨૫ રનની મદદથી ઇંગ્લૅન્ડ ૩૩.૪ ઓવરમાં ૧૩૧ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયાએ ૨૩.૩ ઓવરમાં ૧૩૨-૩નો સ્કોર કર્યો હતો.
૨૧ વર્ષ ૭૪ દિવસની ઉંમર ધરાવતા ફાસ્ટ બોલર માહલી બિઅર્ડમૅને પોતાની પહેલી જ વન-ડે મૅચમાં ૭.૪ ઓવરમાં ૨૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેણે ૪ મિડલ-ઑર્ડર બૅટર્સની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ડેબ્યુ વન-ડે મૅચમાં તે ઑસ્ટ્રેલિયા માટે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરનાર બોલર બની ગયો છે.
ઑસ્ટ્રેલિયા માટે કૅપ્ટન મિચલ માર્શે ૩૦ બૉલમાં ૪ ફોર, ૪ સિક્સની મદદથી ૫૦ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, ગસ ઍટકિન્સન અને જેમી ઓવર્ટનને ૧-૧ વિકેટ લીધી હતી.