ઓવલ ટેસ્ટ-મૅચમાં ધીમી બોલિંગ બદલ અંગ્રેજ ટીમના ૧૨ WTC પૉઇન્ટ કપાયા

23 June, 2026 09:48 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામે ૨૫૩ રને હાર્યા બાદ આખી ટીમને મૅચ- ફીના ૫૦ ટકાનો દંડ પણ થયો

સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન જો રૂટ

સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન જો રૂટની આગેવાનીમાં ઇંગ્લૅન્ડને સિરીઝની બીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૫૩ રને હાર મળી હતી. આ કારમી હાર બાદ ઇંગ્લૅન્ડ ટીમને ધીમી બોલિંગ બદલ મોટો દંડ થયો હતો. સ્લૉ ઓવર-રેટ બદલ તેમના ૧૨ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ કાપવામાં આવ્યા છે અને આખી ટીમને મૅચ-ફીના ૫૦ ટકાનો દંડ થયો છે.

યજમાન ટીમ જરૂરી ઓવર-રેટથી ૧૨ ઓવર પાછળ હોવાનું જાણવા મળ્યું. વર્તમાન સીઝનમાં ધીમી બોલિંગ બદલ હવે અંગ્રેજ ટીમના ૧૪ પૉઇન્ટ કપાયા છે. અગાઉ ભારત સામે લૉર્ડ્સ
ટેસ્ટ-મૅચમાં તેમના બે પૉઇન્ટ કપાયા હતા. પૉઇન્ટ્સ-ટેબલમાં ઇંગ્લૅન્ડ ૩૮ પૉઇન્ટ અને ૨૬.૩૯ પૉઇન્ટ ટકાવારી સાથે સાતમા ક્રમે છે. 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ 2025-’27 પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

દંડ

પૉઇન્ટ

પૉઇન્ટ ટકાવારી

ઑસ્ટ્રેલિયા

૮૪

૮૭.૫૦

સાઉથ આફ્રિકા

૩૬

૭૫.૦૦

શ્રીલંકા

૧૬

૬૬.૬૭

ન્યુ ઝીલૅન્ડ

૪૦

૬૬.૬૭

બંગલાદેશ

૨૮

૫૮.૩૩

ભારત

૫૨

૪૮.૧૫

ઇંગ્લૅન્ડ

૧૨

૧૪

૩૮

૨૬.૩૯

પાકિસ્તાન

૮.૩૩

વેસ્ટ ઇન્ડીઝ

૪.૧૭

 

england new zealand test cricket world test championship cricket news sports news sports