24 April, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેન વૉટ્સન અને જોફ્રા આર્ચર
ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર રાજસ્થાન રૉયલ્સ માટે સૌથી વધુ ૬૮ T20 વિકેટ લેનાર બોલર બન્યો છે. અગાઉ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર શેન વૉટ્સને IPLમાં ૬૧ વિકેટ અને ચૅમ્પિયન્સ T20 લીગની ૬ વિકેટ સહિત ૮૪ મૅચમાં ટોટલ ૬૭ વિકેટ રાજસ્થાન માટે લીધી હતી. IPLમાં રાજસ્થાન માટે સૌથી વધુ વિકેટ લેવા મામલે તેણે ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો ૪૬ મૅચમાં ૬૬ વિકેટનો રેકૉર્ડ તોડ્યો હતો. જોફ્રા આર્ચરે પાંચ સીઝનમાં ૫૪ મૅચ રમીને રાજસ્થાન માટે હાઇએસ્ટ વિકેટો ઝડપી છે. તેણે આ ટીમ માટે ૨૦૮ ઓવરમાં ૭.૭૪ના ઇકૉનૉમી-રેટ અને ૨૩.૬૯ની ઍવરેજથી ૧૬૧૧ રન આપ્યા છે. ૨૦૧૮થી IPL રમી રહેલો આ બોલર ૨૦૨૨ અને ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. જોકે પાંચ મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો હતો.